અંજાર તલૂકાના માથકમાં ગોદામમાંથી 6.47 લાખની મત્તાની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

અંજાર ખાતે આવેલ માથક ગામના એક ગોદામમાંથી 6.47 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે ચોકીદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીનું માથકના સીમ વિસ્તારમાં જી.એન. એન્ટરપ્રાઇઝ નામનું ગોદામ આવેલું છે. જેની સામે આવેલ ગાયો બાંધવાના વાડામાં ચોકીદાર તરીકે રાજસ્થાનનો કોઈ શખ્સ કામ કરી રહ્યો હતો. ગત તા. 14-1ના ફરિયાદી પોતાના ગોદામ પર ગયેલ હતા ત્યારે તમામ માલ સામાન ત્યાં હાજર હતો. બાદમાં તા. 3-2ના જતાં સામાન હાજર મળી આવેલ ન હતો. આ ગોદામમાં વધુ તપાસ કરતાં અહીથી કુલ રૂા. 6,47,000ના સામાનની ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વધુ તપાસ અર્થે ફરિયાદીએ આ ચોકીદારનો સંપર્ક કરતા તેણે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.