રાપર ખાતે આવેલ ખેંગારપરમાં સૂકા ઘાસમાં છુપાવેલ દારૂનો જથ્થો પોલીસે પકડ્યો : આરોપી ફરાર

copy image

copy image

 રાપર ખાતે આવેલ ખેંગારપરમાંથી ઘાસમાંથી શરાબનો જથ્થો ઝડપાયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર રહ્યો હતો. આ મામલે વધુમાં સૂત્રોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખેંગારપરના ઉખેડાસર વાડી વિસ્તારમાં રહેનાર નરપતસિંહ બળવંતસિંહ ચૌહાણ નામના શખ્સે વેચાણ અર્થે દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ પાડી તપાસ હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપીના ઘરની નજીક આવેલ ખુલ્લા વાડામાં સૂકા ઘાસ નીચેથી દારૂનો જથ્થો નીકળી પડયો હતો. હાથ ધરવામાં આવેલ આવેલ કાર્યવાહી દરમ્યાન કુલ કુલ 28,800નો શરાબ કબ્જે કરી હાથમાં ન આવેલ આરોપીને ઝડપી પાડવા આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.