આણંદ સબ જેલના 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ : 3 મહિલાઓ મંજૂરી વગર આરોપીઓને મળવા સેલમાં હતી હાજર

રાજ્યની આણંદ સબજેલમાં ફરજમાં બેદરકારી રાખનારા 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યો છે. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ત્રણ મહિલાઓ હાજર મળી આવી હતી. તપાસ કરતા મંજૂરી વગર અનઅધિકૃત રીતે આરોપીઓને મળવા માટે પ્રવેશ કર્યો હોવાનું ખૂલ્યું હતું. જેથી ગંભીર બેદરકારી જણાઈ આવતા જેલગાર્ડ ફરજ ઉપરના આ.હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ અંબાલાલ, અ.હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ નારણભાઈ, અ.પો.કોન્સ્ટેબલ શેતલકુમાર દિનેશભાઈ અને અ.પો. કોન્સ્ટેબલ દક્ષેશકુમાર હિંમતભાઈ ચારેય પોલીસ કર્મચારીઓને આણંદ પોલીસ અધિક્ષકે ફરજ મોકૂફી હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.