ભુજ સુધરાઇનાં વાહનમાં કોઇ અસામાજિક તત્વોએ આગ લગાડી દેતાં નુકશાન
copy image

ભુજના ઓપનએર થિયેટર ખાતે પડેલાં ભુજ સુધરાઇનાં વાહનમાં કોઈ અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી હોવાનો બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઓપનએર થિયેટરનાં મેદાનમાં ભુજ સુધરાઇ દ્વારા ઊભાં રખવામાં આવેલ વાહનમાં કોઇ અસામાજિક તત્વોએ આગ લગાડી દીધી હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા તેમની ટીમ તુરંત બનઆવ સ્થળ પર પહોંચી હતી, અને કામગીરી હાથ આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભીડ એકત્ર થઈ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તજવીજ હાથ ધરી છે.