ભુજમાં કોઈ અજાણ્યો આધેડ પુરુષ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર
copy image

ભુજના સ્વામિનારાયણ પુલિયાના છેડે પિલરમાં કોઈ અજાણ્યો આધેડ પુરુષ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સવારના સમયે ભુજ સ્વામિનારાયણના પુલિયા પાછળ છેડાના ભાગે પુલિયાના પિલરમાં શાલ વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં કોઈ અંદાજિત 45 થી 50 વર્ષીય આધેડ મળી આવેલ હતો. આ શખ્સની હજુ કોઈ ઓળખ થઈ શકી નથી. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ આરંભી છે.