માંડવી ખાતે આવેલ પાંચોટિયાના બુટલેગરને વડોદરાની મધ્યસ્થ જેલના હવાલે કરવાની કીમગીરી હાથ ધરાઈ

jail

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, માંડવી ખાતે આવેલ પાંચોટિયાના બુટલેગર દેવરાજ ગોપાલ ગઢવી નામના શખ્સ વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંગ્રેજી શરાબનું ગેરકાયદેસર રીતે વેચાણ કરી અસામાજિક પ્રવૃત્તિ ફેલવનારા મૂળ પાંચોટિયાના ઈશમ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવતા તેને ગ્રાહ્ય રાખવામાં આવેલ હતી. જેથી વોરંટની બજવણી કરી બુટલેગરને વડોદરાની મધ્યસ્થ જેલના હવાલે કરવાની કીમગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, તેના વિરુદ્ધ 3.12 લાખ અને 1.84 લાખના શરાબના ઉપરાંત વર્ષ 2014થી અત્યાર સુધી અન્ય કુલ 24 શરાબ સંબંધી ગુના દાખલ કરાયા છે.