અમરેલીમાં માત્ર 24 કલાકના સમયગાળામાં વધુ એક માસૂમ બાળક જંગલી જાનવરના ભયાનક હુમલાનો શિકાર બન્યુ

lion

copy image

copy image

અમરેલીમાં માત્ર 24 કલાકના સમયગાળામાં વધુ એક માસૂમ બાળક જંગલી જાનવરના માનવભક્ષી હુમલાનો શિકાર બન્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે 7 વર્ષીય માસૂમ બાળક સિંહના ભયાનક હુમલાનો શિકાર બન્યું હતું. આ બનાવ અમરેલીના બગસરાના પાણીયા ગામમાં બન્યો છે. અહી નદીમાં પાણી ભરવા જતી વેળાએ 7 વર્ષના માસૂમ બાળકને સિંહ ઉઠાવીને બાવળની ઝાડીમાં લઇ ગયો હતો. રાહુલ નામના આ બાળકને સિંહે ફાડી ખાધો હતો. બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે વન વિભાગની ટીમે બેથી ત્રણ કલાકની શોધખોળ કર્યા બાદ આખરે બાળકના અવશેષો પ્રાપ્ત થયા હતા.