વલસાડના પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત
વલસાડ ખાતે આવેલ કપરાડાના રોહીયાળ તલાટ ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે અહી પાંડવ કુંડમાં ડૂબી જવાના કારણે ચાર વિધાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાપીની KBS કોલેજના 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ રિક્ષામાં પાંડવ કુંડ ફરવા ગયેલ હતા. તે સમયે પાંડવ કુંડમાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ અને 1 રીક્ષા ચાલક તેમાં ડૂબી ગયા હતા. જાણવા મળી રહ્યું છે બનાવને પગલે સ્થાનિક લોકો અહી દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. આ બનાવમાં 4 વિદ્યાર્થીઓનું મોત થયું છે જયારે રિક્ષાચાલકનો બચાવ થયો છે. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.