અમદાવાદમાં મહિલા PSI સાથે છેડતી અને મારામારીનો બનાવ સપાટી પર : ત્રણ શખ્સોની થઈ ધરપકડ

copy image

copy image

અમદાવાદમાં મહિલા PSI સાથે છેડતી અને મારામારીનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાફિક સમયે રસ્તા પર હોર્ન કેમ મારે છે તેમ કહી મહિલા PSI સાથે છેડતી કરવામાં આવી હતી. તેમજ બંદોબસ્ત પતાવીને મહિલા પરત ઘરે જઈ રહ્યા હતા તે સમયે ટ્રાફિક હોવાના કારણે આગળ ઉભેલી ટુ-વ્હીલરને હોર્ન માર્યો હતો.જે બાબતે  ટુ વ્હીલર ચાલકે મહિલા પીએસઆઇ સાથે ઝઘડો અને મારામારી કરી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, ટુ વ્હીલર ચાલકની પત્ની પિતરાઈ ભાઈ અને સાગરીતોએ ભેગા મળીને મહિલા PSIની છેડતી કરી અને મારા મારી કરી હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.