પશ્ચિમ કચ્છ પોલીસ પોલીસ દ્વારા 24/7 માટે નવા હેલ્પલાઈન નંબર શરૂ કરાયા

પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી સમગ્ર પશ્ચિમ કચ્છના લોકોને અમુક સૂચના આપવામાં આવેલ છે. જેમાં સમગ્ર જનતાની આગ્રહ કરવામાં આવેલ છે કે પોલીસ દ્વારા એક લેન લાઈન-ફોનને હેલ્પ લાઈન નંબર તરીકે એક્ટિવ કરવામાં આવેલ છે.જે 24/7 કલાક ચાલુ રહેશે. તો તમે કોઈ પણ પ્રકારની પોલીસ સબંધિત મદદની જરૂર હોય ત્યારે આ નંબરનો સંપર્ક કરી શકો છો. કોઈ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહીની જરૂર રહેશે તો તુરંત ઉચીત્ત કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત જે સૂચનાઓમાં તાત્કાલિક કાર્યવાહીની જરૂર નથી તેવી પરિસ્થિતિમાં બીજા દિવસે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તો સમગ્ર જનતાને વિનંતી કરવામાં આવેલ છે કે કોઈ પણ પ્રકારની સ્તિથિમાં ક્યાય પણ કોઈ રીતે મદદ ન મળી સકતી હોય તેમજ કોઈ પણ પોલીસ સબંધી મદદની જરૂર હોય તો તમે આ નંબર પર સીધો સંપર્ક કરી શકો છો. આ સપર્ક બાદ તુરંત તમારી વાતને સમજી મદદ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તે પશ્ચિમ કચ્છ પોલીસની કમિટમેટ છે. ઉપરાંત દરેક સોમવાર અને મંગળવારના દિવસે તમારી રૂબરૂ રજૂઆતો સાંભળવા માટે એસપી વિકાસ સૂંડા સાહેબશ્રી પોતે કચેરીએ હાજર રહેશે તો જ્યારે પણ કોઈને જરૂર જણાય કે કોઈ પરિસ્થિતીમાં પોલીસ અધિક્ષકની ઈંટરવેનશનની જરૂર હોય તેવી પરિસ્થિતિમાં તમે ખુદ એસપી ઓફિસ જઈ શકો છો. તમને તાત્કાલિક મદદ દેવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે.
કોઈ પણ પ્રકારે મદદ મેળવવા માટેના સંપર્ક નંબર નીચે મુજબ છે :
લેન્ડલાઈન નંબર 02832 260100
મોબાઈલ નંબર 6359629104