*કોંગ્રેસ દ્વારા વંદે માતરમના અપમાનના વિરોધ માં કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાએ કેન્ડલ માર્ચ યોજી*

સમગ્ર દેશ 15 મી ઓગસ્ટ ના સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરી રહ્યો હતો જેમાં આઝાદી પછી સૌ પ્રથમ વખત લાલ કિલ્લા પર વંદે માતરમ ગાનનો નાદ ગુંજી ઉઠ્યો હતો ત્યારે કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં વંદે માતરમ ગાન ચાલુ હતું ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી દ્વારા ‘વંદે માતરમ્’ ના સંપૂર્ણ ગાન દરમિયાન કરવામાં આવેલી દખલગીરી તથા અપમાનજનક કૃત્યના વિરોધમાં ભુજ મધ્યે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જુના ભાજપ કાર્યાલયથી બાબા આંબેડકર સાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેમાં “વંદે માતરમ્ કા અપમાન નહિ સહેગા હિન્દુસ્તાન” ના નારાઓ લાગ્યા હતા.
આ કેન્ડલ માર્ચમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલસિંહ જાડેજા, આશિકાબેન ભટ્ટ, કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ રામભાઈ ગઢવી, મહામંત્રી ભાર્ગવ શાહ, રાહુલ ગોસ્વામી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠકકર, ભુજ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ દીવ્યરાજસિંહ જાડેજા, તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ કિશનભાઈ લુહાર સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું જીલ્લા ભાજપ મીડિયા વિભાગના દીપકભાઈ ડાંગરની યાદીમાં જણાવાયું હતું.