“માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરની સિમેન્ટના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. અનિરૂદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, શક્તિદાન ગઢવી તથા મહિપાલસિંહ પુરોહિતનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ તથા શક્તિદાન ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, કોડકી ગામ બાજુથી ભુજ તરફ એક અશોક લેલેન કંપનીની ટેપો ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જીજે.૧૨.સી.ટી.૧૨૦૭ વાળીમાં બીલ કે આધાર -પુરાવા વગરના સિમેન્ટ થેલી ભરી ભુજ તરફ વેચાણ સારૂ આવી રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રામજી શિવજી મહેશ્વરી ઉ.વ.૩૫ ધંધો. કડિયાકામ રહે. છપરીવાસ, કોડકી, તા.ભુજ વાળાના કબ્જાના વાહનમાંથી પ્લાસ્ટીકના થેલા નંગ-૬૦ માં લુસ સિમેન્ટ ભરેલા મળી આવેલ હોય જે બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ

લુઝ સિમેન્ટની થેલા નંગ- ૬૦ કી. રૂા. ૧૨,૦૦૦/

અશોક લેલેન કંપનીની બદાદોસ્ત ગાડી રજી.નં. જીજે.૧૨.સી.ટી.૧૨૦૭ કી.રૂા.૪,૦૦,૦૦૦/-

  • પકડાયેલ ઇસમ
  • રામજી શિવજી મહેશ્વરી ઉ.વ.૩૫ ધંધો. કડિયાકામ રહે. છપરીવાસ, કોડકી, તા.ભુજ