પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ બાઇક ચોરીનો ગણતરી ના કલાકોમા ભેદ ઉકેલી મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી પધ્ધર પોલીસ”

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજ નાઓએ જીલ્લામા મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ સુચના આપેલ હોય
જે અન્વયે પો.ઇન્સ એ.જી.પરમાર સાહેબ પધ્ધર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન તેમજ સુચના અનવ્યે સર્વેલન્સ સ્ટાફના માણસો પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં ૯૫/૨૦૨૫ B.N.S કલમ ૩૦૩(૨) ના કામે કુકમા ત્રણ રસ્તા,ભુજ-ભચાઉ હાઇવે રોડ પર આવેલ મા ચામુંડા યાય હાઉસ હોટેલની પાછળથી ચોરી થયેલ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલને શોધવા તપાસ હાથ ધરી સી.સી.ટી.વી કેમેરા તથા ટેકનીકલ રીસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા નેત્રમ કમાંડ કંન્ટ્રોલ સેન્ટર ભુજની મદદથી ગુન્હાને શોધવા કાર્યરત હતા તે દરમ્યાન એ.એસ.આઇ મહેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ પરમાર નાઓને સયુકત બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ચોરી થયેલ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી નં GJ-12-BB-1491 વાળી ભુજ સંજોગનગર વિસ્તારમાં રહેતો સલમાન હાજી સીદીના તથા મોટાપીર ચોકડી પાસે રહેતો ઇમ્તીયાઝ લંઘા નાઓએ ચોરી કરેલ છે અને તેઓ બંને ઉપરોક્ત ચોરી કરેલ મો.સા લઇ સલમાન હાજી સીદી તથા ચોરીમા ઉપયોગમા લીધેલ અતુલ છકડો રીક્ષા ઇમ્તીયાઝ જેઓ બંને જણા ઉપરોક્ત બંને વાહનોથી માધાપર થી શેખપીર બાજુ આવે છે તેવી બાતમી હકીકત મળતા તુરતજ સર્વેલન્સ સ્ટાફના માણસોએ વર્કઆઉટ કરી ઉપરોક્ત બંન્ને ઇસમોને ચોરીમા ગયેલ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી નં GJ-12-BB-1491 વાળી સાથે ભુજોડી પુલની નીચેથી પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) સલમાન હાજી સીદી ઉ.વ ૩૨ રહે,ગરબીચોક, સંજોગનગર,ભુજ
(૨) ઇમ્તીયાઝ હારૂન લંઘા ઉ.વ ૩૮ રહે મુળ ભારાપર.તા,ભુજ હાલે રહે, મોટાપીર ચોકડી,એકતાનગર ભુજ
રીકવર કરેલ મુદામાલ :-
(૧) હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી નં GJ-12-BB-1491કિ.રૂ.૧૦,૦૦૦/-
કબ્જે કરેલ મુદામાલ :-
(૧) ગુના કામે ઉપયોગમા લીધેલ અતુલ છકડો રીક્ષા જેના રજી નં GJ-02-TT-4361 કિ.રૂ.૫૦,000/-
(૨) એક મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦૦/-
એમ કુલ કિ.રૂ. ૬૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એ.જી.પરમાર સાહેબ તથા એ.એસ.આઇ મહેન્દ્રસિંહ જાડેજા તથા પો હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ પરમાર તથા નિલેશભાઇ ચૌધરી તથા શિવરાજસિંહ રાણા તથા વિનોદભાઇ વસાવા તથા પો.કોન્સ બળદેવભાઇ રબારી નાઓ જોડાયેલ હતા.