ગાંધીધામના રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એકની અટક
copy image

ગાંધીધામના એક રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપુરી વિસ્તારમાં આવેલ એક મકાનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે, છાનબીન દરમ્યાન અહીંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 20 બોટલ મળી આવી હતી. પકડાયેલ દારૂ અંગે આરોપીને પૂછતાછ કરતાં તે કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો. તેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.