એ.સી.બી.ની સફળ ડીકોય
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી : યુવરાજસિંહ બટુકસિંહ વાઘેલા, આધારકાર્ડ ઓપરેટર, આધારકાર્ડ સેન્ટર, પંજાબ નેશનલ બેંક ગાંધીધામ.
ગુનો બન્યા : તા.૨૧/૦૨/૨૦૨૫
લાંચની માંગણીની રકમ : રૂ.૧૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ રૂ.૧૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧૦૦/-
ગુનાનુ સ્થળ : પંજાબ નેશનલ બેંક ગાંધીધામના કમ્પાઉન્ડમાં, ગાંધીધામ તા. ગાંધીધામ જી.કચ્છ
ગુનાની ટુંક વિગત :- આ કામમાં હકીકત એવી છે કે, કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આવેલ પંજાબ નેશનલ બેંકની બહાર સરકારશ્રીની પ્રજાલક્ષી આધારકાર્ડની વિતરણ કામગીરીમાં સરકારશ્રીના નિયમોનુસાર ફી (ચાર્જ) લેવાની હોય છે પરંતુ એ.સી.બી. ગાંધીધામને ખાનગી રાહે હકીકત મળેલ છે કે પંજાબ નેશનલ બેંકની બહાર આધારકાર્ડમાં સુધારા વધારા (અપડેટ) કરનાર આધારકાર્ડ ઓપરેટર દ્વારા પ્રજાજનો પાસેથી સરકારશ્રીની નિયત કરેલ ફી ઉપરાંત ગેરકાયદેસર રીતે લાંચ પેટે રૂપિયા ૧૦૦/- થી ૧૦૦૦/- સુધીની માંગણી કરી સ્વીકારે છે જે હકીકતની ખરાઈ કરી કાર્યવાહી કરવા સારુ ખાનગી રાહે વોચ રાખી ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ આ ડિકોય છટકા દરમ્યાન આ કામના આરોપી યુવરાજસિંહ બટુકસિંહ વાઘેલાએ ડિકોયરશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી ડીકોયરશ્રીના આધારકાર્ડમાં તેઓના મોબાઇલ નંબર અપડેટ કરી સરકારશ્રીની નિયત કરેલ ફી ઉપરાંત ગેરકાયદેસર લાંચ પેટે રૂપિયા ૧૦૦/-ની માગણી કરી, સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી :.
શ્રી એલ.એસ.ચૌધરી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, કચ્છ(પૂર્વ), એ.સી.બી., પો.સ્ટે. ગાંધીધામ તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી
શ્રી કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ ભુજ. By information m a bava committee for the porvion of currpoun Gujarat parsidnt