કચ્છ જિલ્લામાં શિયાળાની વિદાય સાથે ઉનાળાની શરૂઆત : ધાબડિયો માહોલ રહેતાં કિસાનોમાં કમોસમી વરસાદનો ડર

copy image

copy image

કચ્છ જિલ્લામાં શિયાળાની વિદાય સાથે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગત દિવસે વાતાવરણમાં ગરમી સાથે દિવસ દરમ્યાન ધાબડિયો માહોલ રહેતાં કિસાનોમાં કમોસમી વરસાદનો ડર દેખાઈ રહ્યો છે. સૂત્રો જણાવી રહ્યા છે કે હાલ સુધી તો ક્યાય પણ વરસાદી ઝાપટાં પડ્યાના અહેવાલ સામે આવ્યા નથી. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગ દ્વારા મંગળવારથી ગરમી વધવાની આગાહી કરાઈ છે.

કચ્છ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ઝાકળ રહી છે તે વચ્ચે માક મુંજાતા તેની અસર હેઠળ બુધવારના નેત્રા પંથકમાં ઝાપટાં પડતાં ઉભા પાકને નુકસાન થયું હતું. ત્યારે ગઈ કાલે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાની સાથે વાદળવાયું વાતાવરણ પણ સર્જાયું હતું. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે કમોસમી વરસાદની ચિંતા ખેડૂતોમાં વધી રહી છે. મંગળવારથી ગરમી વધવાની સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાય તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. ગત બુધવારના સવારે નેત્રા પંથકમાં વરસાદી ઝાપટાં પડતાં કપાસ તેમજ ઘઉંના પાકને નુકશાન થયું હતું.