રાપર ખાતે આવેલ સણવાના સીમમાં ચરવા ગયેલ ભેસના મોમાં વિસ્ફોટ થતાં ઘાયલ

 સૂત્રો જણાવી રહ્યા છે સણવામાં ભેંસનાં મોઢામાં વિસ્ફોટ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર ખાતે આવેલ સણવામાં  ભેંસ સીમાડે ચરવા ગયેલ હતી તે સમયે સીમ વિસ્તારમાં લોટમાં અંદર દારૂખાનું ભેળવીને ગોળા બનાવી જંગલી જાનવરો માટે રાખવામાં આવેલ હતી. જેને ભેસે લોટ સમજીને ખાવા જતાં મોઢામાં વિસ્ફોટ થયો હતો. જેથી ભેંસ ગંભીર રીતે ઘાયલ બની હતી. બનાવ અંગે જાણ થતાં તુરંત ખેડૂત દ્વારા ઇમર્જન્સીમાં જાણ કરવામાં આવતા વેટરનરી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સારવાર શરૂ કરાઈ હતી.  આવું કૃત્ય કરનાર શખ્સને ઝડપી લઈ તેને સખત સજા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.