ગઢશીશાના પેટ્રોલપંપ પર 18 વર્ષીય યુવાનને વીજ શોક ભરખી ગયો

shock

copy image

copy image

 માંડવી ખાતે આવેલ ગઢશીશાના પેટ્રોલપંપ પર વીજ શોક લાગતાં 18 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગઢશીશા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ પર ગત દિવસે સાંજના સમયે એન.ઓ.પી.ના કામ માટે આવેલા યુવાનો પૈકી બલવીરસિંગ નામના યુવાનને વીજ શોક લાગ્યો હતો. આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.