ભચાઉના રામપરની વાડીમાં નવજાત શિશુને અરક્ષિત મૂકીને નાસી જનાર અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

crime-2

copy image

copy image

ભચાઉના રામપરની વાડીમાં નવજાત શિશુને અરક્ષિત મૂકીને નાસી જનાર અજાણી મહિલા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ તાલુકાનાં રામપર ગામમાં રહેનાર ગામના સરપંચ દ્વારા આ બનાવ અંગે સામખિયાળી પોલીસ મથકે સંપર્ક કરી જાણ કરાઈ હતી. સરપંચની વાડીના પાણીના ધોરિયામાં લૂંગી વીંટાયેલા નવજાત શિશુને મૂકી અજાણી મહિલા નાસી ગઈ હતી. બાદમાં આ નવજાત બાળકને લાકડિયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.