સુરતમાં ફરી એક વખત માર્ગ અકસ્માતે ત્રણ લોકોનો ભોગ લીધો
copy image

સુરતમાં ફરી એક વખત માર્ગ અકસ્માતે ત્રણ લોકોનો ભોગ લીધો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સંજાના સમયે સુરતના લસકાણા ચાર રસ્તા નજીક આ બનાવ બન્યો હતો. અહી પુરપાટ આવતી કારના ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર માર્યા બાદ કાર પલટી મારી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આ ગમખ્વાર અકસ્માતમાં બંને બાઈક ચાલકના મોત નિપજ્યાં હતા. ઉપરાંત યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.