કચ્છના લખપતમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું
copy image

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર લખપતમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી આવ્યું હતું. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દયાપર તાલુકા મથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ આવું વાતાવરણ છવાયું હતું. જેને પગલે વાહન ચાલકોએ પોતાના વાહનોની ગતિ ધીમી તેમજ મોડે સુધી વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ધુમ્મસના કારણે વાહનોના કાચ પર ભેજ જામતા વાહન ચાલકોને વારંવાર વાઇપરનો ઉપયોગ કરવો પડ્યો હતો.