અમદાવાદમાં ફરી એક વખત આગનો બનાવ : નારોલના શાહવાડીમાં કપડાં અને રૂ ની ફેકટરીમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી
copy image

અમદાવાદમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, ગત દિવસે અમદાવાદના નારોલના શાહવાડીમાં કપડાં અને રૂ ની ફેકટરીમાં આ બનાવ બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ફેકટરીમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે જાણ થતાં જ ફાયરવિભાગની આઠ ગાડીઓ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ફેકટરીમાં રૂમાં આગ લાગી હોવાના કારણે તેના પર કાબો મેળવવો થોડો મુશ્કેલ હતો. બનાવને પગલે સ્થાનિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.