પાર્સલની આડસમાં મંગાવેલ ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના ૧૪૦ કિલો ૬00 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવ્રુતીને નેસ્ત નાબુદ ક૨વા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનુ ખરીદ, વેચાણ કે સેવન ક૨નારા ઈશમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ ક૨વા જણાવેલ હોય દ૨મ્યાન મળેલ હકીકત આધારે ગાંધીધામ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ બ્લુડાર્ટ કુરીયર સર્વિસની ઓફીસ સેડ નં.સી.૧૦ માં આવેલ પાર્સલોની આડસમાં પાર્સલ બોક્ષ નંગ-૭ ની અંદર આવેલ પેકેટ નંગ-૧૪૦ જેમાં અંદર ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજા નો જથ્થો રાખીને પાર્સલ બોક્ષ મોકલેલ હોય તે પાર્સલ બોક્ષ મેળવવા માટે આવેલ ઇસમ દ્વારા પાર્સલ બોક્ષ ન છોડાવી પોલીસની તપાસ બાબતે શંકા જતા ગાંધીધામ શહેર છોડી બસ મારફતે નાશી જવાની ફિરાકમાં હોવાનુ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ દરમ્યાન જણાઈ આવતા પોલીસ ટીમ દ્વારા આ ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપીને પકડી પાડી બ્લુડાર્ટ ઓફીસમાં પંચોની હાજરીમાં મળી આવેલ નશીલા પદાર્થ ગાંજો વજન ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ The Narcotics Drugs And Psychotropic Substances Act મુજબ કાર્યવાહી કરી આ ગાંજાનો જથ્થો આપવાના હતો તે આરોપીની તપાસ બાબતે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
:: ગુના ૨જીસ્ટર નંબ૨ ::
ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૫૦૧૯૬/૨૦૨૫ એન.ડી.પી.એસ. કલમ-૮(સી),૨૦ (બી),૨૯ મુજબ
:: પકડાયેલ આરોપી ::
ધનચંદકુમાર લખનલાલ પંડીત ઉ.વ.૨૮ ૨હે- વિશનીચક ચાંદપુર થાના ફાલ્કા જી-કટીયાર પોસ્ટ
અયોધ્યા ગંજ બજાર બિઠાર
:: પકડવાના બાકી આરોપી::
કરણ ઉર્ફે શ્યામ રહે-ગાંધીધામ
:: કબ્જે કરેલ મુદામાલ::
(૧) ગાંજો વજન- ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામ કિ.રૂ. ૧૪,૦૬,૦૦૦/-
(૨) મોબાઈલ ફોન નંગ – ૨ કિ.રૂ. ૫,૧૦૦/-
(૩) આધારકાર્ડ કલર ઝેરોક્ષ નંગ- ૧ કિ.રૂ.00/-
(૪) પાન કાર્ડ નંગ-૧ કિ.રૂ.૦૦/-
(૫) લાઇટબીલ નંગ- ૧ કિ.રૂ.૦૦/-
(9) સેલોટેપ વિટાડેલ ઝબલા નંગ-૧૪૦ કિ.રૂ.00/-
(૭) પુઠાના બોક્ષ નંગ-૭ કિ.રૂ.૦૦/-
(૮) પારદર્શક પ્લાસ્ટીક નંગ-૭ કિ.રૂ.૦૦/-
(૯) પ્લાસ્ટીકની પટી નંગ-૧૪ કિ.રૂ.૦૦/-
(૧૦) બારકોડ સ્ટીકર નંગ-૭ કિ.રૂ.૦૦/-