ડિલીવરી બોય પાર્સલ આપવા ગયો અને પાછળથી કોઈ શખ્સ પાર્સલનો થેલો જ ઉઠાવી ગયો

chori-baik_1636470076

copy image

copy image

રાજકોટ શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં, ફ્લિપકાર્ટના ડિલીવરી મેનના ટુ વ્હીલરમાંથી પાર્સલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં પ્રદ્યુમન એસપાયર બિલ્ડીંગ પાસે ડિલીવરી બોય પાર્સલ આપવા માટે ગયો તે દરમ્યાન રોડ પર આવેલો અજાણ્યો બાઈક સવાર આખો પાર્સલનો થેલો જ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.