ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં વીજશોક લાગતાં 52 વર્ષીય આધેડ મહિલાનું મોત

dead-body-floor-60202053

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ભારતનગર વિસ્તારમાં વીજશોક લાગતાં 52 વર્ષીય આધેડ મહિલાએ જીવ ગુમાવ્યો છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો આ બનાવ મુજબ ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારની રામદેવપીર સોસાયટીમાં બન્યો હતો. અહીં રહેનાર હંસાબા પોતાના ઘરે હતા. તે સમયે તેમને વીજ મોટરમાં વીજશોક લાગ્યો હતો. બાદમાં તેમને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.