ભચાઉના 25 વર્ષીય યુવાને એસિડ ગટગટાવી લેતા મોત
copy image

ભચાઉ ખાતે આવેલ ચોપડવા પાસે કંપનીમાં એસિડ પી જનાર ભચાઉના 25 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. તા. 28/2ના સાંજના સમયે બન્યો હતો. નવી ભચાઉમાં રહેનાર સંદીપ લુહાર નામનો યુવાન આ કંપનીમાં હતો. તે સમયે કોઈ અગમ્ય કારણોસર આ યુવાને એસિડ પી લીધું હતું. બનાવની જાણ થતાં જ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.