આપણાં દેશના PM શ્રી મોદી ‘વિશ્વ વન્યજીવન દિવસ’ દરમ્યાન ગુજરાતના સાસણ ગીર પહોંચ્યા
copy image

આપણાં દેશના PM શ્રી મોદી ‘વિશ્વ વન્યજીવન દિવસ’ દરમ્યાન ગુજરાતના સાસણ ગીર પહોંચ્યા હતા. ત્યારે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તેઓએ નેશનલ પાર્કમાં લાયન સફારી કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનો સાસણ અને લાયન સફારીની આ પ્રથમ સફર હતી. તેમજ જ્યારે તેઓ ગુજરાતના સીએમ પદ પર હતા ત્યારે મોદીએ એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર એવા સાસણ ગીરના વિકાસ માટે મોટા નિર્ણયો લીધા હતા, જેના કારણે આજે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ સિંહોને જોવા સાસણ ગીરમાં આવે છે. તેમણે પોતે 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. બાદમાં ગીર પ્રદેશના સર્વાંગી વિકાસ, સિંહોના સંરક્ષણ અને ગીરના વન્ય જીવોના સંરક્ષણ માટે સખત પ્રયાસો કર્યા.