`રોડ ટુ હેવન’ માર્ગેથી અજાણ્યા 35 વર્ષીય યુવાનની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ખાવડા તરફના ધોળાવીરાને જોડતા `રોડ ટુ હેવન’ માર્ગે ભિક્ષુક જેવા લાગતા અજાણ્યા 35 વર્ષના યુવાનની કોહવાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાવડની બાજુ `રોડ ટુ હેવન’ માર્ગમાં વ્યૂ પોઇન્ટ કિ.મી. એકના સાઇન બોર્ડથી આગળ ધોળાવીરા જતા માર્ગ પર ગત દિવસે આ બનાવ સામે આવ્યો હતો. અહી બપોરના સમયે અંદાજિત 35 વર્ષના યુવાનની કોહવાયેલી લાશ મળી આવેલ હતી. હતભાગી પાસેથી બે ધાબળા મળ્યા હતા.આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી દીધી છે.