ઊનાનાં ગીરગઢડા રોડ પર બે બાઈક વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત : બેનાં મોત ત્રણ ઘાયલ
copy image

ઊનાનાં ગીરગઢડા રોડ પર આવેલ ખાપટ ગામ નજીક બે બાઈક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં બે શખ્સોના ઘટના સ્થળે જ મોત થયા હતા ઉપરાંત અન્ય ત્રણ યુવાનો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઊનાનાં ગીરગઢડા રોડ પર આવેલ ખાપટ ગામ નજીક બન્ને બાઈક વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક ડૂચો વળી ગઈ હતી. અહી બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં બે વ્યક્તિના બનાવસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. ઉપરાંત ત્રણ યુવકોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી. આ મામલે સ્સ્ગલની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.