સીમા સુરક્ષાદળમાં ફરજ બજાવતી અબડાસાના સિંધોડીની યુવતીનો આપઘાત

sus

copy image

copy image

મૂળ અબડાસાના સિંધોડીની હાલે તેરામાં રહેતી  તેમજ સીમા સુરક્ષાદળમાં ફરજ બજાવતી 27 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ)માં ફરજ બજાવતી સેજલબેન રામભાઇ ગઢવીએ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હાલે રજામાં વતન આવેલ હતભાગી યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.