લખપત તાલુકાનાં પુનરાજપુર ગામમાં પીવાના ખરાબ પાણીના કારણે સમગ્ર ગામ લોકો બીમાર : તંત્ર ગાઢ નિંદ્રામાં

 લખપત તાલુકાનાં પુનરાજપુર ગામમાં પીવાના ખરાબ પાણીના કારણે લોકોમાં બીમારી ફેલાઈ રહી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે પુનરાજપુર ગામમાં પીવાનું પાણી ખરાબ આવતા કે જે પીવા યોગ્ય બિલકુલ નથી તે પીવાના કારણે સમગ્ર ગામલોકો બીમાર પડી રહ્યા છે. આખા ગામમાં બીમારી ફેલાતા કોરોના જેવો માહોલ સર્જાયો છે. ત્યારે વધુમાં સૂત્રોનું કહેવું છે કે આટલી હદે ખરાબ પાણી હોવાના છતાં પણ આરોગ્ય અધિકારીઓ ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. બીમારી ફેલાવા છતાં પણ તેમની નિંદર ઊડતી નથી.