કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા વિવિધ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને રજુઆત કરવામાં આવી

વિષય: કચ્છ જિલ્લા સરપંચ સંગઠનનાં નીચે મુજબનાં મુદાઓ ધ્યાને લઈને ઉકેલવા બાબત.
(૧) કચ્છ જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોના કામો પુર્ણ થયેલ હોઈ એસ.બી.એમ. ના ચુકવણાં હજુ સુધી ચુકવ્યા નથી.
(२) કચ્છ જિલ્લાનાં નારેગામાં ગરીબ લોકોની મજુરીનું ચુકવણું હજુ સુધી થયેલ નથી.
(૩) વિકાસ કામોની એક વર્ષ થી વધુ સમયથી વહીવટી મંજુરી આપવામાં આવતી નથી..
(૪) તલાટીશ્રીનાં ખાનગી અહેવાલની સતા સદસ્યોને સોંપવામાં આવે.
(૫) ઘણી પંચાયતોમાં મુદત મુજબ ૩ વર્ષની પુર્ણ થયેલ ઉપસરપંચની નવા ઉપ સરપંચની વરણી થતી નથી.
(૬) ઘણી ગ્રામ પંચાયતોમાં એસ.બી.એમ. ની ગ્રાન્ટ વર્ષ ૨૦૨૩-૨૪ ની જમાં હોવા છતાં જરૂરીયાત મુજબની દરખાસ્તો મંજુર થતી નથી.
(૭) જેમની ખરીદીની સતાં ગ્રામ પંચાયતને સોપવામાં આવતી નથી.જેથી ૩૦૦ ની એલ.ઈ.ડી. નું ચુકવણું એજન્સીને ૩૦૦૦ નું કરી આપવામાં આવે છે અને રીપેરીંગ માટે સ્થાનિક એજન્સી ન હોતાં કોઈ જ પરિણામ મળતું નથી.
(૮) સુજલામ સુફલામ યોજનાના કામો સરપંચોને કોઈ જ જાણ કર્યા વગર કાગળ ઉપર કામો કરીને બારોબાર ચુકવણા કરી આપવામાં આવે છે.
(e) ગ્રામ પંચાયતને વિકાસ કામો સતા ૫ (પાંચ લાખ) થી વધારીને ૧૦ (દશ લાખ) સુધી આપવામાં આવે.
(૧૦) ગ્રામ પંચાયતને નાણાંપંચની આવકમાંથી ફરજીયાત ટાઈડ અનટાઈડ કરીને રકમ ફાળવવામાં આવે છે જે પુર્ણ રકમ ગ્રામ પંચાયત અગ્રતા કામો માટે જરૂરીયાત મુજબના કામોને અગ્રતા આપવામાં આવે
(૧૧) નાણાપંચ સિવાયના કામો જેવા કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રોયલ્ટી, ડી.એમ.એફ., એ.ટી.વી.ટી., ૧૫% વિવેકાધીન, એમ.પી., એમ.એલ.એ. જેવા કામોને ગ્રામ પંચાયતના લેટર ઉપર સુચવેલ કામોને અનદેખી કરવામાં આવે છે.
નોંધ : સરપંચ એ ગામનો વડો છે પરંતુ સરપંચોને ઘણા વર્ષ સુધી કોઈ જ ગણકારતું નથી. જેથી આપશ્રીને યોગ્ય નિરાકરણ કરવા વિનંતી છે. હવે તમામ સરપંચો થાકી ગયા છીએ. કોઈ જ વહીવટી તંત્ર સાંભળતું નથી જેની આપશ્રીને નોંધ લેવી.