ભુજ તાલુકાના માધાપર ગામના શખ્સ સાથે ચેરિટીનાં નામે 4.40 લાખની ઠગાઈ
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજ તાલુકાના માધાપર ગામના શખ્સ સાથે ચેરિટીનાં નામે 50 હજાર પાઉન્ડ મોકલવાનું જણાવી કુલ 4.40 લાખની ઠગાઈ આંચરવામાં આવેલ હતી. આ 2020ના બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એક માસ પૂર્વે અરાજદારે સાયબર સેલનો સંપર્ક કરતાં સેલે આ પૂરેપૂરી રકમ પરત અપાવી સરાહનીય કામગીરી કરી હતી. માધાપરના જયેશભાઇ ભુડિયા નામના વ્યક્તિ સાથે વર્ષ 2020માં થયેલી આ ઠગાઇ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર આરોપી ઈશમોએ ચેરિટીનાં નામે 50 હજાર પાઉન્ડ મોકલવાની વાત કરેલ હતી. જેમાં પાઉન્ડ મેળવવા માટે ચાર્જના બહાને જુદા જુદા ખાતાઓમાં રૂા.4,40, 898 ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં ફરિયાદી ધંધાર્થે વિદેશ ગયેલ હોવાના કારણે ડિસેમ્બર-2024ના એક મહિના માટે ભુજ પરત આવતાં આ મામલે સાયબર સેલનો સંપર્ક કરેલ હતો. જેથી સેલે આ પૂરેપૂરી રકમ પરત અપાવી સરાહનીય કામગીરી બજાવી હતી.