“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રી ઘરફોડ ચોરીના વણશોધાયેલ ગુનોઓનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”

ગઇ તા.૦૭/૦૨/૨૦૨૫ ના બપોરના દોઢેક વાગ્યાથી તા.૧૯/૦૨/૨૦૨૫ સાંજના પાંચેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરીયાદીના માલિકીના બંધ મકાનનો દરવાજો તોડી, મકાનની અંદર ગે.કા. પ્રવેશ કરી, ઘરની અંદર રાખેલ સોના-ચાંદીના દાગીના અને વાસણો ચોરી થયેલ હતી જે બાબતે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. ૦૨૧૬/૨૦૨૫, BNS કલમ 305(A),331(3),331(4) મુજબનો ગુનો દાખલ થયેલ.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ. એચ.આર.જેઠી સાહેબનાઓના ઉપરોક્ત ગુનો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, મહિપાલસિંહ પુરોહિત, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવીનાઓ ઉપરોક્ત ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે અલગ અલગ રીતે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ ચોર બાબતે તપાસ કરતા વિરેન્દ્રસિંહ જાડેજા તથા મહીપાલસિંહ પુરોહીતનાઓને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ઘરફોડ ચોરીમાં સંકળાયેલ ઇસમ સુનીલ ઉર્ફે સની દશરથભાઇ દેવીપુજક હાલે દશામાના મંદીર પાસે, સેકટર નંબર ૦૧, હંગામી આવાસ (જી.આઇ.ડી.સી.), ભુજ ખાતે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ તથા તેની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવેલ જે બન્ને ઇસમોએ ચોરી કરેલા અંગેની કબુલાત આપેલ અને મજકુર ઇસમના રહેણાક મકાનમાંથી ચોરીમાં ગયેલ મુદામાલ મળી આવેલ જેથી મજકુર ઇસમની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતાં મજકુર ઇસમોએ જણાવેલ કે, આશરે પંદર-વીસ દિવસ પહેલા હોસ્પીટલ રોડ પાસે એક બંધ મકાન જે અમે ભંગારની ફેરી દરમ્યાન જોયેલ હોય તે મકાનનો ડીસમીસ વડે દરવાજાનો લોક તોડી અમે બન્ને અંદર પ્રવેશ કરી મકાનના અંદર થી સોના- ચાંદીની વસ્તુઓ તેમજ તાબાના વાસણો ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ. જેથી મજકુર ઇસમને આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

→ પકડાયેલ ઇસમો

  • સુનીલ ઉર્ફે સની દશરથભાઇ દેવીપુજક (વાઘેલા) ઉ.વ. ૨૦ રહે. દશામાના મંદીર પાસે, સેકટર નંબર ૦૧, હંગામી આવાસ (જી.આઇ.ડી.સી.), ભુજ

કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર

  • પકડવાનો બાકી ઇસમો

►સુનીલ ઉર્ફે સનીની માતા

►શ્યામ ઉર્ફે શામુ દેવીપુજક રહે. હંગામી આવાસ, ભુજ

  • કબ્જે કરેલ મુદામાલ
  • સોનુ વજન ૫.૩૯૦ ગ્રામ જેની કી.રૂ. ૩૭,૦૦૦/-
  • ચાંદી વજન ૩૧૫ ગ્રામ જેની કી.રૂ. ૨૨,૪૪૩/-
  • તાબા પીત્તરના વાસણો જેની કી.રૂ. ૫,૦૦૦/-
  • મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
  • વણશોધાયેલ શોધી કાઢેલ ગુનો
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૦૨૧૬/૨૫ બી.એન.એસ. કલમ ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) વિગેરે મુજબ.