“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ(ખનીજ)નું ગેરકાયદેસર ખનન કરતા એક ટ્રેક્ટર ડ્રીલીંગ મશીન સાથે તથા એક હિટાચી મશીન વાહનને પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ.૧૬,૧૨,૪૭૮/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારના ગઈ તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ(ખનીજ)નું ગેરકાયદેસર ખનન કરતા એક ટ્રેક્ટર ડ્રીલીંગ મશીન સાથે તથા એક હિટાચી મશીન વાહનને પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ.૧૬,૧૨,૪૭૮/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સુચના આપેલ.
જે અનુસંધાને ગઈ તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા તથા મુળરાજભાઇ ગઢવીનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દેવજીભાઇ મહેશ્વરી તથા સુરજભાઇ વેગડાનાઓને ખાનગીરાહે સયુક્ત બાતમી હકીકત મળેલ કે, ગઢશીશા થી શેરડી જતા રોડ ઉપર આવેલ ખારોડ ડેમની બાજુમાં આવેલ ડુંગરાળ સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ(ખનીજ)નું ખોદકામ ચાલુમાં છે જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ટ્રેક્ટર ડ્રીલીંગ મશીન તથા તેને પાવર સપ્લાય માટે જનરેટર સાથે ખાણ કામ કરતુ ચાલુમાં જોવામાં આવેલ તથા તેની બાજુમાં એક હિટાચી મશીન ઉભેલ જોવામાં આવેલ તેમજ બે ઇસમો ખાણ કામ કરતા હાજર મળી આવેલ જેથી મજકુર બન્ને ઇસમો પાસે આ ખોદકામ બાબતે કોઈ મંજુરી કે આધાર પુરાવા હોઈ તો રજુ કરવાનું જણાવતા કોઈ આધાર પુરાવા રજુ કરેલ નહી અને તેઓએ સદર જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ કરતા હોવાની હકીકત જણાવેલ જેથી સદર બાબતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીશ્રી દ્વારા કુલ્લે કિં.રૂ.૧૬,૧૨,૪૭૮/- નો દંડ વસુલ કરવામાં આવેલ.