સુખપર ગામે ગાડીથી આવેલા ટોળાંએ એક શખ્સ પર હુમલો કરી લૂંટ મચાવી

copy image

copy image

ભુજના સુખપર ગામે ગાડીથી આવેલા ટોળાંએ એક શખ્સને માર મારી લૂંટ મચાવી હતી. આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તપાસ કરતાં ગાડીના હપ્તા ન ભરાયા હોવાના મુદ્દે બબાલ સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  ફરિયાદી બીબ્બરનો એક શખ્સ કાર લઈ સુખપર નજીકથી જઈ રહ્યો હતો તે સમયે આરોપી સાથે 15 જેટલા શખ્સો આવેલ અને ફરિયાદી પર ધોકા વડે હુમલો કરી ની અંદર રાખેલા મોબાઈલ સાથે લૂંટી ફરાર થઈ ગયા હતા.  આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે વધુ તપાસ કરતાં સામે આવ્યું કે,  આરોપીફરિયાદીના ભાણેજના નામે ગાડી લોન પર લીધી હતી. બાદમાં હપ્તા ન ભરાતા ફરિયાદી ગાડી લઈ આવ્યા હતા.જેથી આ મામલે હુમલો કરી દેવામાં આવેલ હતો.  આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ  કાર્યવાહી હાથ ધરી છે.