ગોધરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓઈલની દુકાનમાં અચાનક આગ ભભૂકી
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગોધરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓઈલની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોધરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓઈલની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવમાં અચાનક આગ લાગવાના પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસની 4 દુકાનોમાં પણ આ આગ ફેલાઈ હતી. બનાવ અંગે જાણ થતાં એમજીવીસીએલ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. હતી. આગ ઓલાવવા માટે ગોધરા, કાલોલ, હાલોલ, દેવગઢ બારીયાથી ફાયર બ્રિગેડની ટીમ પહોંચેલ હતી.