ભુજમાં કારમાં ચલતા ક્રિકેટ મેચના સટ્ટા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

copy image

copy image

ભુજમાં કારમાં ચલતા ક્રિકેટ મેચના સટ્ટાનો પોલીસે પરદા ફાશ કરી રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલતી સેમિફાઇનલ મેચ દરમ્યાન ભુજમાં કારમાં ચાલતા ક્રિકેટ મેચના સટ્ટા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં ક્રેટા કારમાં  ચાલતા આ સટ્ટા પર એસએમસીએ દરોડો પાડી એક બુકીને કાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.