મેઘપર રોડ નજીકથી 68 હજારની રોકડ સાથે સાત જુગારી મહિલાઓ પકડાઈ

jugar

copy image

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર રોડ નજીકથી પોલીસે જુગાર રમતી સાત મહિલાઓને પકડી પાડી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ ગોકુલનગરમાં ગત દિવસે બપોરના સમયે અમુક મહિલાઓ રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી સાત મહિલાઓને રંગે હાથ ઝડપી હતી. પોલીસે પકડાયેલ મહિલાઓ પાસેથી રોકડ રૂા 68,000 કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.