અબડાસા ખાતે આવેલ હિંગરિયામાં એકાદ વર્ષ પૂર્વે બનેલ શોર્ટ થકી મોતના બનાવમાં આરોપી નિર્દોષ જાહેર

Court-1495027562_835x547

copy image

copy image

અબડાસા ખાતે આવેલ હિંગરિયામાં એકાદ વર્ષ પૂર્વે બનેલ શોર્ટ થકી મોતના બનાવના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરી દેવાયો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.17/1/24ના હિંગરિયાના સુરૂભા ખીમજી જાડેજા તેના ભાઈ લાખિયારજીને ટિફિન પહોંચાડવા જઈ રહ્યા હતા તે સમયે આરોપીની વાડી નજીક પહોંચતાં વાડીમાં લાગેલા ઝટકા મશીનથી શોર્ટ લાગતાં તેમનું મોત થયું હતું. બાદમાં સુરૂભાના પત્ની દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેમાં પુરવાર ન થતાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.