રાજકોટના નવાગામમાં એસિડ અટેકનો ભોગ બનેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત

esid attack

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગુજરાત રાજ્યના રાજકોટના નવાગામમાં બે માસ અગાઉ એસિડ એટેકનો બનાવ બન્યો હતો જેમાં ઘાયલ થયેલ મહિલાનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 22 જાન્યુઆરીએ નવાગામ સોખડામાં એસિડ અટેકનો આ બનાવ બન્યો હતો. પિતરાઈ બહેનના મંગેતરએ હતભાગી મહિલા પર એસિડ એટેક કર્યો હતો. આરોપી શખ્સે કરેલ અટેક બાદ આ મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં દોઢ મહિનાથી સારવાર હેઠળ આ મહિલાનું મોત થયું છે.