આગામી 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 1.1 લાખથી વધુ મહિલાઓ સાથે મોદીની મુલાકાત

copy image

copy image

આગામી  7-8 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે માહિતી મળી રહી છે કે, નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વાનસી-બોરસીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી બનશે. જાણવા મળી રહ્યું છે કે આ કાર્યક્રમમાં 1.1 લાખથી વધુ મહિલાઓ ભાગીદાર થશે. આ કાર્યક્રમ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચે સુરત પહોંચશે. સેલવાસાથી વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા હેલિપેડ પહોંચશે. ઉપરાંત લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો પણ કરવામાં આવશે. 8 માર્ચે નવસારીમાં એક કાર્યક્રમમાં સહભાગી બન્યા બાદ સુરત એરપોર્ટથી દિલ્હી માટે પ્રસ્થાન કરશે.