મહેસાણા અને કડીમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થ ઝડપાયો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે મહેસાણા અને કડીમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થ ઝડપાયો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મહેસાણા અને કડીમાં  ઔષધ નિયમન તંત્ર દ્વારા  ભેળસેળયુક્ત પનીર અને કપાસીયા તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન નકલી પનીરનો ૨૩૦૦ કિલોગ્રામ જથ્થો જેની આશરે કિંમત સાત લાખથી વધુ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન ખૂલ્યું છે. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.