મુંદ્રાના નાના કપાયામાં બાથરૂમમાં પડી ગયા બાદ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 45 વર્ષીય આધેડ મહિલાનું મોત
copy image

મુંદ્રા ખાતે આવેલ નાના કપાયામાં બાથરૂમમાં પડી ગયા બાદ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 45 વર્ષીય આધેડ મહિલાનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ નાના કપાયામાં રહેતી મુળ બિહારની રેણુદેવી આજે સવારે પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.