ખાવડાના આર.ઈ.પાર્કમાં સિમેન્ટ મિક્સર વાહન દ્વારા કોંક્રિટ કામ દરમ્યાન વાહનને દિશા નિર્દેશ આપનાર યુવાનનું તે જ વાહનને હેઠળ આવી જતાં મોત

copy image

copy image

ખાવડાના આર.ઈ.પાર્કમાં સિમેન્ટ મિક્સર વાહન દ્વારા કોંક્રિટ કામ દરમ્યાન આ વાહને દિશા નિર્દેશ આપનાર યુવાનને એ જ વાહને અડફેટે લઈ લેતા યુવાનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાતના સમયે ખાવડા આર.ઈ. પાર્કમાં અદાણીના પ્લાન્ટમાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર આ કન્સટ્રકશનની કંપનીમાં ત્રણ ભાગીદાર છે. સિવિલ કામ દરમ્યાન ફલોરી સિમેન્ટ મિક્સર વાહન ચાલકને ગુરણદીતાસિંઘ દિશા નિર્દેશ આપી રહ્યો હતો તે સમયે ચાલકે બેદરકારી-ગફલતભરી રીતે વાહનની ગતી વધારીને ગુરણદીતાસિંઘ પર ચડાવી દેતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે આ યુવાનનું મોત થયું છે. આ મામલે પોલીસે  વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.