કપડવંજ-આંતરસુબા માર્ગ પર ટ્રેલર અને રિક્ષા વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત : બેનાં મોત એક ઘાયલ
copy image

કપડવંજ-આંતરસુબા માર્ગ પર ટ્રેલર અને રિક્ષા વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં બેનાં મોત થયા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કપડવંજ-આંતરસુબા રોડ પર જલોયા તળાવ નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવમાં રિક્ષામાં સવાર બેનાં બનાવ સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા તેમજ એક ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.