ગાંધીના ગુજરાતમાં બુટલેગરો બેફામ : એક વર્ષમાં 30 લાખ વિદેશી દારૂની બોટલ કરાઈ કબ્જે
copy image

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ છે ઉપરાંત બુટલેગરો બેફામ બની ચૂકયા છે. ત્યારે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ અને ગાંધીનગર સહિતના રાજ્યના 8 જિલ્લામાંથી જ માત્ર એક વર્ષમાં જ 2 લાખથી પણ વધારે લીટરનો દેશી દારૂ અને 30 લાખથી વધુ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હોવાનું સામે આવી રહ્યું છે. ઉપરાંત વધુમાં જાણવા મળી રહ્યું છે કે, કરોડો રૂપિયાના દારૂ ઉપરાંત કરોડો રૂપિયાનો ચરસ અને અફિણનો જથ્થો પણ ઝડપાઈ ચૂક્યો છે.