ભુજમાં એરફોર્સ સ્ટેશન એક ડમ્પરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
copy image

ભુજમાં એરફોર્સ સ્ટેશન નજીક મધ્યરાત્રીએ એક ડમ્પરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત રાતના સમયે બન્યો હતો. રાત્રે 2 વાગ્યે ફાયર કંટ્રોલને કોલ મળતાં તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહી ડમ્પરમાં આગ ભભૂકી ઉઠતાં તેને કાબૂમાં લેવા માટે ભુજ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. ભુજ ફાયર ટીમએ તુરંત કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.