નખત્રાણાના રામેશ્વર ગ્રાઉન્ડ નજીક ગાડીમાંથી બિયરના 19 ટીન સાથે એકની અટક

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

  નખત્રાણામાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રામેશ્વર ગ્રાઉન્ડ નજીક એક સ્કોર્પિયો ગાડીમાં દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના પોલીસે કાર્યવાહી હાથ ધરી અને રામેશ્વર ગ્રાઉન્ડ પહોંચતાં પડતર ખેતરમાં એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડી દેખાતા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા  છે પોલીસને આવતા જોઈ બે શખ્સ એક્ટિવા પર બેસી નાસી ગયા હતા. બાદમાં આ સ્કોર્પિઓ ગાડીમાં તપાસ કરતાં તેમાંથી 19  બીયરના ટીન નીકળી પડયા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી સ્કોર્પિયોમાં બેઠેલા શખ્સની અટક કરી હતી. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.