ભુજના ધાણેટી ગામમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ભુજના ધાણેટી ગામમાં  રાધેશ્યામ કોમ્પ્લેક્સમાં આવેલ ચામુંડા કૃપા રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ચોરી થઈ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા બાબુભાઇ ભીમાભાઇ છાંગાની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ગત તા. 28/1ના દિવસે આ ચોરીનો બનાવ બન્યો હતો. અહી ચાવીથી લોક ખોલી તેમાંથી ડેલ કંપનીનું લેપટોપ કિં.રૂા. 25,000 અને રોડા રૂા. 3500 તથા ચેકબુકની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.